ABOUT KEFIYAT

 

જોવું,અનુભ​વ​વું,વાંચવુ,સાંભળ​વું અને પછી લખ​વું.

એટલે આમ જોવા જઇએ તો કંઇક લખ​વા માટે ઘણી બધી મહેનત કર​વી પડે. એકલી સર્જનાત્મકતાથી કંઇક લખી શકાતું હોય એવું હું નથી માનતો.

વ્ય​વસાયે એન્જીનીયર હોવાથી કદાચ મારા લેખનમાં જોઇએ તેટલી પરિપક્વતા ના લાગે તે સ્વાભાવીક છે. સાથે-સાથે એક સ્થાપિત લેખક ન હોવાથી લેખનની શૈલી પણ કદાચ સાધારણ લાગે, જોડણી‌ઓની ભૂલો તો બોનસમાં. પણ એક વાતનો મને વિશ્વાસ છે કે કેફીયત પર જે કાંઇ પણ રજુ થશે એ એકાદવાર તો તમારા હ્રદયને જરૂર સ્પર્શ કરશે.

કેફીયતની શરુઆતમાં માત્ર સાહિત્ય જ કેન્દ્રસ્થાને હતું, અને કેફીયતે જ્યાં સુધી વિરામ લીધો ત્યાં સુધી રહ્યું. પણ આટલા સમય પછી હ​વે કેફીયતનો વ્યાપ વધાર​વાની ઇચ્છા થ​ઈ રહી છે. એનું એક બહુ સ્વભાવિક કારણ છે વિષયની વિવીધતા, વ્યક્તિએ વ્યક્તિએ જુદા પડતા વિચારો અને રસ​, ઉંમરનો તફાવત અને બદલાયેલા સમયની માંગ​. તે ઉપરાંત​, એવા લોકોને પણ મંચ આપવું કે જેઓ કોઇ ને કોઇ વિષય પર કઇંક વ્યક્ત કર​વા માંગે છે, કંઇક લખ​વા માંગે છે અથવા પોતાના અનુભવ વહેંચ​વા માંગે છે.જેમ બાગની શોભા ફુલોની વિવીધતાથી વધે….એમ કેફીયતની શોભા આપના સ્નેહ​, સહકાર, પ્રતિભાવો અને સુચનોથી વધશે.

મારા માટે કોઇ પણ સૂચનો કે પ્રતિભાવો હોય તો મને નીચેના ઇ-મેઇલ એડ્રેસ પર નિઃસંકોચ મોકલી શકો છો. એ ઉપરાંત આપની કોઇ પણ રચના જે આપ વ્યક્ત કર​વા ઇચ્છતા હોય તે આપ કેફીયત ના માધ્યમથી વ્યકત કરી શકો છો, અને એ માટે આપની રચના મને મેઇલ અથ​વા વ્હોટ્સેપ કરી શકો છો.

vikasmbelani@gmail.com

99252 46141

Advertisements

Recent Posts

ખુમારી

બધી વાત કો'(કહો)  છો !  બધું સાંભળો છો, છતાં કંઇ અસર નહીં…….ગજબ છે ખુમારી ? જરા પાસ આવો…!      મને થોડું ચાહો….! મને થોડી આપો’   ને…..  આવી ખુમારી..! બધું દરગુજર છે…….., સનમ ઈશ્કમાં તો, અહીં છે શિકસ્તી ની….. નોખી ખુમારી…….! કલમ એક હાથે, બીજામાં…. શુરા છે……….! મને સાકી લાગે….., ગઝલની ખુમારી….! ‘રૂષભ’ પ્રેમ ની આ અકળ રીત … Continue reading ખુમારી

ના મળી

ના રસ્તા મળ્યા, ના મંઝીલ મળી, મને રાહબર ની ખબર ના મળી, અડોઅડ ઘર ને, એક જ નગર, છતાં એકબીજાની હદ ના મળી, મળે દોસ્તો રાહમાં જે રીતે.. મને એવી સોબત કદી ના મળી. નઝર તો મળી; દિલની બર ના મળી, ના શબ્દો મળ્યા, ના શ્રધ્ધા મળી. ‘રૂષભ’ જે રીતે એ વલોવે હ્રદય, ક્વચિત એને … Continue reading ના મળી

નીકળી છે

મહેક નીકળી છે, અસર નીકળી છે.. એક જાણી-પીછાણી, નજર નીકળી છે. બે આંખોની વચ્ચે થઇ વાત, ત્યાં તો ! ગઝલ, જો ને ઊર્મિ-સભર નીકળી છે. પ્રથમવાર હો કે, જુઓ વારે – વારે સદા સાદગીથી સભર નીકળી છે. હતી અફવા જેના વિશે, એ સંબંધે.. હવે, પાક્કા-પાયે ખબર નીકળી છે.. ઊગાડી ‘રૂષભ’ લાગણી જે હ્રદયમાં… પ્રથમ વર્ષામાં … Continue reading નીકળી છે

કંઇ પણ !

      તું નથી હોતી ; નથી હોતું મને કંઇ યાદ પણ ! કઇ રીતે લખવી ગઝલ, ક્યાં છે કોઇ આભાસ પણ ? ચો-તરફ ચોખ્ખી હવા, ને તો’ય ના શ્વાસો ભરે… ફેફસાને ક્યાં મળે છે..તારા શ્વાસોચ્છવાસ પણ ? થઇ ગયા છે સાવ ધીમા, દિલના ધબકારા હવે..! લોહીમાં ક્યાં છે હવે, કોઇ નામ નો આવેગ … Continue reading કંઇ પણ !

More Posts