મંઝીલ તરફની રાહ પર બસ બે જ જણ હતાં,
મારાથી થોડા આગળ! મારા સનમ હતાં.

મારો પડાવ મારો વિસામો ન થઇ શક્યો,
મૃગજળ બની ભાગી ગયા! મારા સનમ હતાં.

વર્ષોથી જે દિદારને ઝંખી રહી આંખો…
હમણા જ અહિંથી નિકળ્યાં! મારા સનમ હતાં.

રોઇ પડાયું જે ક્ષણે મહેફીલમાં, એ ક્ષણે..
‘ઇર્ષાદ’ કહેનારા મને! મારા સનમ હતાં.

‘રૂષભ’ હવે તો એમનો આભાર માની લો…!
જે દેતા દાદમાં હિબકાં…એ બસ તારા સનમ હતાં.

- વિકાસ બેલાણી ‘રૂષભ’