બધી વાત કો’(કહો)  છો !  બધું સાંભળો છો,
છતાં કંઇ અસર નહીં…….ગજબ છે ખુમારી ?

જરા પાસ આવો…!      મને થોડું ચાહો….!
મને થોડી આપો’   ને…..  આવી ખુમારી..!

બધું દરગુજર છે…….., સનમ ઈશ્કમાં તો,
અહીં છે શિકસ્તી ની….. નોખી ખુમારી…….!

કલમ એક હાથે, બીજામાં…. શુરા છે……….!
મને સાકી લાગે….., ગઝલની ખુમારી….!

‘રૂષભ’ પ્રેમ ની આ અકળ રીત સમજો,
(કે) શરમ જ્યાંથી નીકળે, ત્યાં આવે ખુમારી..!

- વિકાસ બેલાણી ‘રૂષભ’